છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની ટેક્નોલોજીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજના સમયમાં સોશિયલ મીડિયા વગર આપણે આપણી લાઈફની કલ્પના કરી શકીએ નહીં. સોશિયલ મીડિયાની મદદથી આપણને દેશના કોઈ પણ ખૂણાની જાણકારી ગણતરીની મિનિટોમા મળી જાય છે. આ સાથે જ આજના સમયમાં સોશિયલ મીડિયા એન્ટરટેઈનમેન્ટનું પણ સારું સાધન બની ગયુ છે. આપણે અનેક એપનો પણ ઉપયોગ કરીએ છીએ. જેમાં  Facebook, Instagram, Ola या Uber, Swiggy, Zomato વગેરે સામેલ છે. આ એપની મદદથી આપણે આપણા દિવસભરના કામોને પણ સરળ બનાવી દઈએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક વર્ષોમાં આ એપ થઈ ફેમસ
અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા ગૂગલે ભારતની ટોપ સર્ચ પર્સનાલિટી, ન્યૂઝ ઈવેન્ટ, મૂવીઝ અંગે જાણકારી આપી હતી. હવે મોબાઈલ માર્કેટ ડાટા એન્ડ એનાલિટિક ફર્મ એપ Annieએ પણ એવી એપ્સ અંગે જાણકારી આપી છે જેણે 2010થી 2019 વચ્ચે નંબર વનની પોઝિશન મેળવી છે. જેમાં ફેસબુકનું નામ સૌથી પહેલા આવે છે. 


જુઓ ટોપ 10 એપ
અમારી સહાયક વેબસાઈટ બીજીઆરના અહેવાલ મુજબ કંપનીએ 2010થી 2019 વચ્ચે ટોપ 10 મોસ્ટ ડાઉનલોડેડ એપ્સની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં FBના માલિકી હકવાળી કંપનીની ચાર એપ લિસ્ટમાં સામેલ છે. 


1. Facebook (ફેસબુક)
આ યાદીમાં ફેસબુકને પહેલુ સ્થાન મળ્યું છે. ફેસબુક ઘણી લોકપ્રિય એપ બની ગઈ છે. આ એપને ગત 10 વર્ષોમાં લોકોએ સૌથી વધુ ડાઉનલોડ કરી છે. 


2. Facebook Messenger (ફેસબુક મેસેન્જર)
ફેસબુક બાદ ફેસબુક મેસેન્જરને યૂઝર્સે વધુ પસંદ કરી છે. જે ટોપ ટેનના લિસ્ટમાં બીજા નંબરે છે. કંપનીએ આ એપને 2011માં આઈઓએસ અને એન્ડ્રોઈડ માટે એક સ્ટેન્ડલોન એપ તરીકે લોન્ચ કરી હતી. 


3. WhatsApp Messenger (વોટ્સએપ મેસેન્જર)
ત્રીજા સ્થાને વોટ્સએપ મેસેન્જર આવે છે. ભારતમાં આ એપ ઘણી ફેમસ છે. 


4. Instagram (ઈન્સ્ટાગ્રામ)
ચોથા નંબરે આ એપ આવે છે. આ એપ 2010માં લોન્ચ કરાઈ હતી. તેનો ઉપયોગ ફોટો અને વીડિયો શેરિંગ તરીકે આવે છે. 


5. Snapchat (સ્નેપચેટ)
આ એપને 2011માં લોન્ચ કરાઈ હતી. સ્નેપચેટને પણ જનતાએ ઘણી પસંદ કરી છે. લિસ્ટમાં તેને પાંચમુ સ્થાન મળ્યું છે. 


6. Skype (સ્કાઈપ)
આ એક વીડિયો કોલિંગ અને વોઈસ ચેટએપ છે. જેને લિસ્ટમાં છઠ્ઠુ સ્થાન મળ્યું છે. તેની મદદથી મોટાભાગે ઓફિશિયલ વીડિયો કોલિંગ થાય છે. 


7. TikTok (ટિક ટોક)
ટિકટોક એપને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે. આ એપને 2019માં ખુબ લોકપ્રિયતા મળી છે. તેને 2017માં લોન્ચ કરાઈ હતી. આ એપ પર ByteDance નો માલિકી હક છે. આ વીડિયો શેરિંગ એપ સાતમા સ્થાને છે. 


8. UC Browser (યુસી બ્રાઉઝર)
આ એક બ્રાઉઝર છે અને તેને લિસ્ટમાં આઠમું સ્થાન મળ્યું છે. 


9. YouTube (યુટ્યુબ)
ગૂગલના માલિકી હકવાળી વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ યાદીમાં નવમાં સ્થાને છે. આ એપનો ઉપયોગ આપણે વીડિયો જોવા માટે કરીએ છીએ. 


10.Twitter (ટ્વીટર)
આ એપને 2006માં લોન્ચ કરાઈ હતી. માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર મોસ્ટ પોપ્યુલર સોશિયલ નેટવર્કિંગ સાઈટ છે. જેને યાદીમાં 10મું સ્થાન મળ્યું છે.